Home> Sports
Advertisement
Prev
Next

INDvsNZ: સતત હારથી જરાય પરેશાન નથી ન્યૂઝીલેન્ડ, કહ્યું- ટીમ પાસે હજુ ઘણો સમય

મેજબાન ન્યૂઝીલેન્ડ (New Zealand) માટે 2020ની શરૂઆત સારી રહી નથી. વર્ષની શરૂઆતમાં પહેલા ઓસ્ટ્રેલિયા (Australia) એ તેને હરાવ્યું અને હવે ભારતીય ટીમે (Team India) સતત બે મેચોમાં પછાડ્યું. જો કે ન્યૂઝીલેન્ડના વિકેટકિપર ટિમ સીફર્ટ (Tim Seifert) તેનાથી પરેશાન નથી. તેણે બીજી ટી20 મેચમાં મળેલી હાર અને ટી 20 વર્લ્ડ કપ સંબંધિત એક સવાલનો જવાબ આપતા કહ્યું કે હજુ તો ટીમ પાસે ઘણો સમય છે. 

INDvsNZ: સતત હારથી જરાય પરેશાન નથી ન્યૂઝીલેન્ડ, કહ્યું- ટીમ પાસે હજુ ઘણો સમય

હેમિલ્ટન: મેજબાન ન્યૂઝીલેન્ડ (New Zealand) માટે 2020ની શરૂઆત સારી રહી નથી. વર્ષની શરૂઆતમાં પહેલા ઓસ્ટ્રેલિયા (Australia) એ તેને હરાવ્યું અને હવે ભારતીય ટીમે (Team India) સતત બે મેચોમાં પછાડ્યું. જો કે ન્યૂઝીલેન્ડના વિકેટકિપર ટિમ સીફર્ટ (Tim Seifert) તેનાથી પરેશાન નથી. તેણે બીજી ટી20 મેચમાં મળેલી હાર અને ટી 20 વર્લ્ડ કપ સંબંધિત એક સવાલનો જવાબ આપતા કહ્યું કે હજુ તો ટીમ પાસે ઘણો સમય છે. 

fallbacks

ટીમ બસમાં હજુ પણ ખાલી રહે છે ધોનીની સીટઃ ચહલ ટીવી પર યુજવેન્દ્ર

ભારતે ન્યૂઝીલેન્ડને પહેલી મેચમાં છ અને બીજી મેચમાં સાત વિકેટથી હરાવ્યું છે. હવે બંને ટીમો બુધવારે 29 જાન્યુઆરીના રોજ ત્રીજી ટી 20 મેચ રમશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના હાલના પ્રવાસમાં ઐતિહાસિક પડાવ પર ઊભી છે. તે ટી20 સિરીઝમાં 2-0ની લીડ લઈ ચૂકી છે. જો ભારતીય ટીમ ત્રીજી મેચ પણ જીતશે તો સિરીઝ પણ જીતી લેશે. અને જો મેચ જીતી તો પહેલીવાર એવું બનશે કે જ્યારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં ટી20 સિરીઝ જીતશે. 

IPL 2020: અમદાવાદ નહીં મુંબઈમાં જ રમાશે ફાઇનલઃ સૌરવ ગાંગુલી

ત્રીજી મેચ સંબંધિત એક સવાલ પર ટિમ સીફર્ટે કહ્યું કે અમે હાલ સારું ક્રિકેટ રમી રહ્યાં નથી. અમારે હજુ ટી20 વર્લ્ડ કપ અગાઉ લગભગ 20 મેચો રમવાની છે. દરેક ટીમ આ ટુર્નામેન્ટ જીતવા માંગશે. અમે પણ પૂરેપૂરી તૈયારી સાથે જઈશું. ટિમ સીફર્ટે ભારત વિરુદ્ધ બીજી મેચમાં 33 રન કર્યા હતાં. ટી20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબરમાં રમાશે. 

જુઓ LIVE TV

ટિમ સીફર્ટે કહ્યું કે આમ જો કહીએ તો અમે ભલે બે મેચ હારી ગયા પંરતુ એટલું પણ ખરાબ નથી રમ્યા. અમે પહેલી મેચમાં સારી  બેટિંગ કરી. અમે ઈચ્છીશું કે અમે આ પ્રદર્શનને દોહરાવીએ અને મેચ જીતીએ. જો અમે ન પણ જીતી શક્યા અને સિરીઝ હારી ગયા તો પણ દુનિયા ખતમ નહીં થઈ જાય. પરંતુ જો અમે સિરીઝ જીતી લઈશું તો આ શાનદાર વાપસી હશે. 

ટિમ સીફર્ટે કહ્યું કે પહેલી મેચમાં બુમરાહે શાનદાર બોલિંગ કરી. તેઓ આ મેચમાં વાઈડ યોર્કર ફેંકી રહ્યાં હતાં. સામાન્ય રીતે બોલર સ્ટમ્પની લાઈનમાં યોર્કર ફેંકે છે. પરંતુ બુમરાહ આમ નહતાં કરતા. તેઓ બોલને સ્ટમ્પથી દૂર રાખીને યોર્કર ફેંકતા હતાં. તેઓ બોલિંગમાં સારું મિશ્રણ કરી રહ્યાં હતાં. જેનાથી તેમની બોલિંગ પર રમવું મુશ્કેલ બનતું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More